બાળરોગ, સ્ત્રીરોગ, હાડકા અને જનરલ રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવાઓ અપાઈ: મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધોમોરબી અપડેટ:.'મનુષ્ય તંદુરસ્ત તો દરેક ઘર સ્વસ્થ રહે' તેવા શુભ આશય સાથે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શાશ્વત હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મોરબીની શાશ્વત હોસ્પિટલ ખાતે મલ્ટીસ્પેશિયાલિટી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.આ ફ્રી મેડિકલ કેમ્પમાં બાળરોગ, જનરલ ફિઝિશિયન, સ્ત્રીરોગ અને હાડકાના રોગો સહિતની વિવિધ બીમારીઓનું સચોટ નિદાન કરી દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા સમાજમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં નિષ્ણાત તબીબો ડો. અક્ષય કામલે, ડો. ભૌમિક સરડવા, ડો. પાયલ ફળદુ, ડો. યશરાજસિંહ ઝાલા, ડો. ઋષિ વાંસદડિયા, ડો. યશ કડીવાર અને ડો. નિધિ ભાડજા સહિતની ટીમે દર્દીઓની તપાસ કરી પોતાની સેવાઓ આપી હતી. સમગ્ર કેમ્પના સફળ આયોજન અને સંચાલન માટે ગ્રુપના સભ્યો સાધનાબેન ઘોડાસરા, ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા અને ડો. અંકિતાબેન પટેલ સહિતનાએ જહેમત ઉઠાવી વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #PatidarWomensPowerGroup #ShashwatHospital #FreeMedicalCamp #HealthCamp #MorbiDoctors