મોરબી : મોરબીના પટેલ નગર, આલાપ સોસાયટી, સાયન્ટિફિક વાડી વિસ્તારના નાગરિકોના લાભાર્થે લીલાપર રોડ પર આવેલા મંદિર ખાતે ડો. હસ્તીબેન મહેતા દ્વારા 132માં ફ્રી એક દિવસીય મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડીકલ કેમ્પનો 80થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી તેમજ 45 જેટલા દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી પણ વિનામુલ્યે તપાસી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જયસુખભાઈ ભાલોડીયા દ્વારા 40થી વધુ દર્દીને સાંધા, વા, કમર, ખંભા, ઘૂંટણના દર્દીને પોઈન્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સોનગ્રા, ધર્મિષ્ઠાબેન વ્યાસ તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિન દેસાઈ, કૌશીકા રાવલ, રુચિતા ભટ્ટે સેવા આપી હતી.