સ્વ. વિદ્યાબેન મહેતાની 26મી પુણ્યતિથિ નિમિત્તે ડૉ. હસ્તીબેન દ્વારા 190 બાળકોની આરોગ્ય તપાસ કરી 3 દિવસની દવા અપાઈમોરબી અપડેટ : રાષ્ટ્રીય પ્રાથમિક શાળા મોરબીના સ્વ. આચાર્યા કુ. વિદ્યાબેન મહેતાની 26મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 24 સપ્ટેમ્બરના રોજ શનાળા બાયપાસ પાસે ગોકુલનગરમાં આવેલી લાયન્સ નગર પ્રાથમિક શાળા ખાતે ડૉ. હસ્તલેખાબેન (હસ્તીબેન) નો 247મો વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. યુએસએ (USA) સ્થિત ઋતભાઈ જાનીના સૌજન્યથી યોજાયેલા આ કેમ્પમાં આશરે 190 જેટલા બાળકોના આરોગ્યની તપાસ કરી તેમને 3 દિવસની દવા આપવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અરવિંદભાઈ સાણંદીયા તેમજ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી બાળકોને શિસ્તબદ્ધ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેવાકીય કાર્યમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ અને દર્શનાબેન વિજયભાઈ ત્રિવેદીએ પણ ઉત્કૃષ્ટ ફરજ નિભાવી હતી.#Morbi #MorbiNews #MedicalCamp #MorbiUpdates #HealthCare #Gokulnagar #SocialWork