મોરબીઃ રવાપર ગામે ઉમા હોલ દ્વારા આવતીકાલે 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે. મોરબીના રવાપર ગામે ઉમા હોલ દ્વારા આવતીકાલે તારીખ 15 નવેમ્બર ને મંગળવારના રોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી રવાપર ગામના ઝાપે આવેલા ઉમા હોલ ખાતે બાળકોને સૂવર્ણપ્રાશનના ટીપા પીવડાવવા માટેનો કેમ્પ યોજાશે. આ કેમ્પના દાતા રવાપર ગામના હિરેનભાઈ પટેલ અને ચંદ્રકાંતભાઈ કોઠીયા છે. આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.