મોરબી : લાઇફ કોચ, એજ્યુકેશનાલિસ્ટ અને ઓથર હેતલ હીંગરાજીયા દ્વારા આગામી તારીખ 18 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી મોરબીમાં ડાયનેમિક યોગાનો ત્રણ દિવસીય બિલકુલ ફ્રી કેમ્પ યોજાનાર છે.મોરબીના રવાપર રોડ પર સાધના કોમ્પ્લેક્સમાં આવેલા આર્ટ ઓફ લિવિંગ સેન્ટર શ્રી શ્રી હોલ ખાતે 18 થી 20 જાન્યુઆરી બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન ડાયનેમિક યોગાનો બિલકુલ ફ્રી કેમ્પ યોજાશે. જેમાં ડાયનેમિક બ્રિથિંગ પ્રોસેસ (બોડી યોગા) અને યુનિવર્સલ લો ઓફ લાઇફ (માઈન્ડ યોગા) અંગે તાલીમ આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે https://enjoyyourstudy.com વેબસાઈટ પરથી સીટ બુક કરાવી શકાશે.