મોરબીઃ કેશર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે એટલે કે તારીખ 1લી ઓગસ્ટ ને સોમવારના રોજ સવારે 9 થી 12 અને સાંજે 4-30 થી 8 વાગ્યા સુધી મોરબીના સરકીટ હાઉસ મેઈન રોડ પર શિવ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલા કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે સર્વાઈકલ સ્પોંડેલાઈટ્સનું ફ્રી નિદાન કરી આપવામાં આવશે. જે દર્દીઓને પાછળના ભાગમાં માથાનો દુઃખાવો, ચક્કર આવવા, ગરદનનો દુઃખાવો, ખંભા અને આંગળીઓ દુઃખવી જેવી તકલીફો હોય તેવા દર્દીઓને આ કેમ્પમાં ડો. મીતલ રૈયાણી (mo. 97278 41107) નિદાન કરી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે.