મોરબી : ડો. હસ્તીબેન મહેતાના એક દિવસીય કેમ્પનું આયોજન જયંતીભાઈ જેરાજભાઈ સેરસીયા દ્વારા ત્રિલોકધામ, કુબેરનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ વેળાએ જયંતીભાઈ અને તેમના પત્ની ઉષાબેન પણ કેમ્પમાં હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ત્રિલોક ધામના પ્રમુખ પ્રશાંતભાઇ મેહતા,મંત્રી કિશોરભાઈ પાટડિયા, ખજાનચી લખમણભાઈ કંઝરિયાના સુંદર આયોજનથી ૧૪૦ પણ વધુ દર્દીની નામ નોંધણી બિંદુબેન રાવલે કરી હતી. કૌશીકા રાવલે વજન કર્યું હતું. ૮૦થી વધુ દર્દીનું બીપી કેતનભાઈ મેહતા એ ચેક કર્યું હતું. આંખના ડો. સુરેશભાઈ કાલરીયાએ ૫૦ વધુ દર્દીની આંખના નંબર ચેક કરીને જરૂરી સારવાર આપી હતી. સાથે જયસુખભાઈ ભાલોડિયા દ્વારા કુદરતી બક્ષિસ દ્વારા સાંધા, વા, ઘૂંટણ, કમર વગેરેના દર્દીને પોઇન્ટ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ડો. હસ્તીબેન મેહતાએ દર્દીને તપાસી ૫૦થી વધુ દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ ફ્રી કરી આપ્યું હતું. રશ્મિભાઈ દેસાઈ દ્વારા ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.