મોરબી : મોરબી ખાતે દાતાઓના સહયોગથી ડો. હસ્તીબેન મહેતાના 141માં એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીના રાધેકૃષ્ણ મંદિર પાસે વાઘપરા સ્થિત સતવારા સમાજની વાડીમાં સ્વ. ચંદુલાલ ધરમસીભાઈ શાહ હસ્તે. ઉમેશભાઈ સી. શાહ (બેંગ્લોર)ના સૌજન્યથી ડો.હસ્તીબેન મહેતા દ્વારા સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 80 જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી અને ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યા હતા. જ્યારે જયસુખભાઈ પટેલ દ્વારા હાથ-પગ-કમરના સાંધાના દુઃખાવા તેમજ વાના દર્દીઓને પોઈન્ટ આપીને ફ્રી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રવીણ સોનગ્રા તેમજ આરતી રતનાણી, સહાયક રશ્મિન દેસાઈ, ચંદ્રલેખા મેહતા , ઋચિતા પંડ્યા, જીગર ભટ્ટે સેવા આપી હતી.