ટંકારા : ટંકારામાં રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારામાં દયાનંદ ચોક ખાતે મહર્ષિ ગુરુકુળમાં નક્ષત્ર મલ્ટીસ્પેશીયાલિટી હોસ્પીટલ મોરબી અને પટેલ સમાજ એસોશીયેશન ટંકારા દ્વારા તા. 17ને રવિવારે સવારે 9-30થી બપોરે 12-30 કલાક સુધી ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ડૉ. મહેન્દ્ર ફેફર, ડૉ. બિરેન પાંડે, ડૉ. અલ્પેશ ફેફર, ડૉ. ભુમી પટેલ, ડૉ. બ્રિન્દા ફેફર, ડૉ. આકાશ સંપટ અને ડૉ. ભાવેશ શેરસીયા સેવા આવશે. કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા માટે મો. 75020 62222 પર સંપર્ક કરવાનો રહેશે. કેમ્પમાં ફ્રીમાં ડોકટરનું કન્સલસ્ટેશન, બી.પી., વજન, મશીન દ્વારા આંખની તપાસ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં સુગરનો રિપોર્ટ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં BMD (હાડકાની ઘનતા) કરી આપવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..