મોરબીઃ મોરબીમાં સદભાવના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા સિમ્પોલો સેનેટરી ખાતે જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન 25 ડિસેમ્બરે કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9-30 થી 1 વાગ્યા સુધી મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી સિમ્પોલો સેનેટરી ખાતે સદભાવના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા જનરલ ફ્રી નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જનરલ મેડિસીન નિષ્ણાત, સ્ત્રીરોગ અને પ્રસુતિ નિષ્ણાત, હાડકાના સર્જન, બાળકોના નિષ્ણાત, ફિઝિયોથેરાપીના નિષ્ણાત અને દાંતના સર્જન ઉપસ્થિત રહીને નિદાન કરી માર્ગદર્શન આપશે.