મોરબી : મોરબી જિલ્લાના આમરણ ગામ ખાતે પાંચોટિયા પરિવાર દ્વારા દિવંગતોની યાદમાં રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમરણ ગામમાં પાંચોટિયા પરિવાર દ્વારા સ્વ. હરિભાઈ લાલજીભાઈ પાંચોટિયા, સ્વ. વાઘજીભાઈ લાલજીભાઈ પાંચોટિયા અને સ્વ. રમેશભાઇ લાલજીભાઈ પાંચોટિયાની સ્મૃતિ નિમિતે જનસેવા ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ફ્રી દવાઓ આપવામાં આવી હતી અને સુગરની ચકાસણી તેમજ ઇ.સી.જી. કરી આપવામાં આવ્યું હતું. કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..