મોરબી : મોરબીના ડાયાભાઈ ગંગારામભાઈ ભાડજા દ્વારા સ્વ. કંચનબેન ડાયાભાઈ ભાડજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમીત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.જેમાં જરૂરીયાતમંદ પરિવારોને સ્વાસ્થ્યલક્ષી જાણકારી અને નિદાન થઈ શકે તે માટે વિનામુલ્યે મલ્ટી સ્પેશિયાલિટી નિદાન કેમ્પ તેમજ સંસ્કાર બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. ધર્મેશ ભાલોડીયા (એમ.ડી.મેડિસીન), ડો. પુનિત પડસુંબિયા (એમ.ડી., વૃધ્ધ રોગ નિષ્ણાંત), ડો. અંકિત ગાંભવા (એમ.એસ.સર્જન), ડો. યોગેશ વધાસિયા (ડીએનબી, ઓર્થોપેડીક), ડો. કરણ સરડવા (એમ.ડી.પેડીયાટ્રીક) એ સેવા આપી ઉપસ્થિત દર્દીઓના વિવિધ રોગોનું સારવાર અને નિદાન કર્યુ હતું. આ કેમ્પમાં હાજર સુવિધાસુવિધા મુજબ વિનામુલ્યે દવાઓ, સુગરની ચકાસણી કરી આપવામાં આવી હતી. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.