મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આવતીકાલે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ઘૂંટણ, પીઠ અને ખંભાના દુઃખાવાનો ફ્રી નિદાન ચેકઅપ કેમ્પ યોજાશે.તારીખ 7 ફેબ્રુઆરી ને બુધવારે સવારે 9 થી 12 અને સાંજે 4-30 થી 8 વાગ્યા સુધી ડો. મીતલ રૈયાણીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ઘૂંટણ, પીઠ, ખંભાના દુઃખાવા અને ફ્રોઝન સોલ્ડર અંગે ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં દર્દીઓને ચેક કરી ફ્રી નિદાન કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે કેશર ફિઝિયોથેરાપીની બ્રાંચ-1 બીજો માળ, શિવ કોમ્પલેક્ષ, સંતોષ સિલેક્શનની બાજુમાં, સર્કિટ હાઉસ મેઈન રોડ, મોરબી-2 અને બ્રાંચ-2 સોમનાથ પ્લાઝા, ત્રીજો માળ, શોપ નં- 13, મામા ફટાકડાની બાજુમાં, રવાપર રોડ, મોરબી-1 ખાતે મુલાકાત લેવા જણાવાયું છે.