મોરબી : મોરબીમાં કાલિકા પ્લોટમાં બાવા એહમદશાની દરગાહ પાસે દાતાઓના સહયોગથી નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ડૉ. હસ્તીબેન મહેતા દ્વારા અનેક દર્દીઓને તપાસીને દવા આપવામાં આવી હતી. મોરબીમાં એક દિવસીય ફ્રી નિદાન કેમ્પનું આયોજન રસીલાબેન લલિતભાઈ રાવલ (બેંગલોર) તરફથી નરેશભાઈ ગોહેલ દ્વારા કાલિકા પ્લોટમાં બાવા એહમદશાની દરગાહ પાસે કરવામાં આવ્યું હતું. જેમાં 120 જેટલા દર્દીઓને ડૉ. હસ્તીબેને તપાસીને ત્રણ દીવસની દવા આપી હતી. મહેશ્વરી હોસ્પિટલના ડો. હાર્દિક જેશ્વાની તેમજ ઓમ લેબના સહદેવસિંહ ઝાલાના અનુદાનથી 70 જેટલા વ્યક્તિઓનું વિનામૂલ્યે બ્લડ સુગર ચેક કરવામાં આવ્યું હતું. અને 70 જેટલા દર્દીઓનું બી.પી. ચેક કરવામાં આવ્યું હતું. કેતનભાઈ મેહતા અને રુચિબેનએ દરેક દર્દીઓના કેસ કાઢીને વજન કર્યું હતું. અને રશ્મિભાઈ દેસાઈ એ દવા આપી હતી. કોઠારી ભાઈ દ્વારા બેનર પ્રિન્ટિંગ નિ:શુલ્ક કરી આપવામાં આવ્યું હતું. કેમ્પ માટે જગ્યા આપનાર નરેશભાઈનું કેમ્પ સહાયકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને રુચિબેને મુખ્ય દાતા પરિવાર વતી ડો. હસ્તીબેનને ચેક અર્પણ કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..