મોરબી : લાયન્સ કલબ ઇન્ટરનેશનલ, લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આવતીકાલે તા.3 ના રોજ રવિવારે સવારે 10-30 થી 1 વાગ્યા દરમિયાન સિદ્ધિ વિનાયક પાર્ક, રવાપર રેસીડેન્સી, શિવાલય એપાર્ટમેન્ટ, ન્યુ એરા સ્કૂલ પાસે મોરબી ખાતે વિનામૂલ્યે ડાયાબિટીશ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડો.જયેશભાઇ પટેલ તબીબી સેવા આપશે. આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રાકેશભાઈ, ટ્રેઝરર દીપકભાઈ મંગે, સેક્રેટરી રાજુભાઇ પરમાર, પ્રોજેકટ ચેરમેન જનકભાઈ હિરાણી, તુષારભાઈ દફ્તરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અને આ કેમ્પનો લોકોને લાભ લેવા અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..