મોરબી : મોરબીમાં ગ્રીન ચોક ખાતે આવેલ કુબેરનાથ મહાદેવ મંદિર પરિસરના ધર્મસભા હૉલમા કુબેરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમા કુલ ૬૮ વ્યક્તિઓએ વેક્સિનેશનનો લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, કુબેરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા મંદિરના સેવકગણોએ જહેમત ઉઠાવી હતી.