મોરબી : મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 23 જુલાઈને શનિવારના રોજ સાંજે 4:00 થી 7:00 કલાક તેમજ 24મી જુલાઈને રવિવારના રોજ સવારે 9:00 થી 12:00 કલાક દરમિયાન ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ, નવાડેલા રોડ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનો કેમ્પ દર બે મહિને કરવામાં આવે છે અને આશરે 70 થી 80 દર્દીઓ લાભ લે છે. આ કેમ્પમાં મુંબઈના નિષ્ણાંત કેન્સર સર્જન ડોક્ટર વિક્રમભાઈ સંઘવી દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડો. હિરેન ચૌહાણ પાસે અગાઉથી નોંધાવી જવું તેમજ તપાસ માટે આવતી વખતે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે.