11મા આયુર્વેદ દિવસ નિમિત્તે યોજાયેલા કેમ્પમાં 190 થી વધુની OPD, 220 બાળકોને સુવર્ણપ્રાશન અને 41 લોકોનું ડિજિટલ એક્સ-રેથી TB સ્ક્રીનિંગ કરાયુંમોરબી અપડેટ: આયુષ મંત્રાલય અને ગાંધીનગર આયુષ કચેરીના દિશાનિર્દેશ હેઠળ 11મા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે 'આયુષ મેગા કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મહેન્દ્રનગરની રામવાડી ખાતે આ કેમ્પ યોજાયો હતો. જેમાં આયુર્વેદિક, હોમિયોપેથીક, પંચકર્મ અને અગ્નિકર્મ નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની સઘન તપાસ કરી જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો (NCD) અને વૃદ્ધજનોના આરોગ્યની તપાસ કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કેમ્પ દરમિયાન 190 થી વધુ લોકોએ OPD સેવાનો લાભ લીધો હતો. જ્યારે 425 લાભાર્થીઓને આયુર્વેદ તરફ વળવા IEC મારફતે આરોગ્યલક્ષી સમજ અપાઈ હતી. બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને માનસિક વિકાસ માટે 220 બાળકોને સુવર્ણપ્રાશન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત 41 જેટલા શંકાસ્પદ ટીબીના દર્દીઓનું ડિજિટલ X-ray મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.આરોગ્ય ચકાસણીની સાથે સાથે મહેન્દ્રનગર આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભૂમિકા કલસરિયા દ્વારા રક્તદાન અને અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે ઉપસ્થિત લોકોને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.આ કેમ્પને સફળ બનાવવા અને મોરબીના લાભાર્થીઓને મહત્તમ લાભ મળે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયાના માર્ગદર્શન હેઠળ ડો. અરુણાબેન નિમાવત, ડો. સુનિલ એમ. કાચરોલા, ડો. રાધિકાબેન મહેતા, ફાર્માસિસ્ટ પ્રીતિબેન પરમાર, તુષારભાઈ ખોરજા, ભાવિશાબેન, રેખાબેન, કોમલબેન, પ્રદીપભાઈ અને રમેશભાઈ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #AyushMegaCamp #AyurvedaDay #HealthCamp #Mahendranagar #FreeHealthCheckup #Ayurveda