મોરબી : ગાંધીનગર આયુષ કચેરીના નિયામક તેમજ મોરબી જીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના અને જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા વાવડી રોડ પર આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વિનામુલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામુલ્યે નિદાન-સારવાર તેમજ આયુર્વેદ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ હોસ્પિટલ, મોરબીના આયુર્વેદ વિભાગના મેડીકલ ઓફિસર ડો. વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર દ્વારા યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો તેમજ બાળકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે દિવ્ય જ્યોતિ સંસ્થાના બી. ડી. ગામી, ડી. વી. બાવરવા, મનસુખભાઈ હિન્સુ, ભદ્રેશભાઈ મેરજા, ભારતીબેન રાચ્છ, રાજુભાઈ રામાવત તથા સ્થાનિક કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.