મોરબી : મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-મોરબી, તાલુકા હેલ્થ ઓફીસ-હળવદ અને મોબાઈલ હેલ્થ યુનિટ-ટીકર (રણ) દ્વારા અગર વિસ્તારના પ્રજાજનોની સ્વાસ્થ સુખાકારી માટે નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તા. 18ના રોજ સવારે 10થી 12:30 વાગ્યા સુધી ટીકર (રણ)માં કારખાના વિસ્તાર ખાતે યોજાશે. આ કેમ્પમાં ડો. ચિરાગ પટેલ (MBBS, DCH, નવજાત શીશુ અને બાળરોગ નિષ્ણાંત), ડો. વૈશાલી પટેલ (CSVD FAM, ચામડીના રોગના નિષ્ણાંત), ડો. ભાવિન ભટ્ટી (MBBS) અને ડો. કિશન દેથરીયા (MBBS) દ્વારા દર્દીની તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં ડાયાબીટીસના દર્દીઓ માટે સુગરની તપાસ, હીમોગલોબીનની તપાસ, પ્રસુતિની તપાસ (UPT), ટી.બી. માટે ગળફાની તપાસ, મેલેરીયાની તપાસ, હૃદયના ધબકારાની તપાસ (HR), બ્લડ પ્રેશરની તપાસ અને શરીરના ટેમ્પરેચરની તપાસ કરવામાં આવશે. આ કેમ્પ CDHO - જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, THO - હળવદના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો છે. તેમજ આ કેમ્પ મારૂતસિંહ ભરતસિંહ બારૈયા (મોરબી જીલ્લા કો.ઓ. અગરીયા હિતરક્ષકમંચ)ના સહયોગથી યોજવામાં આવ્યો છે.