મોરબી : મોરબીના જિલ્લા પંચાયતના પટાંગણમાં ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.તથા જાનકીબેને સમગ્ર દેશવાસીઓને ૭૩માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે જિલ્લા પંચાયતના પટાંગણમાં કારોબારી ચેરમેન,નિયામક ડી.આર.ડી.એ ભાજપના યુવા અગ્રણી જીજ્ઞેશભાઇ કૈલા,જિલ્લા પંચાયતના શાખા અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો.જેમાં જાનકીબેન કૈલા દ્વારા આપણો દેશ નવા તમામ નવી સિદ્ધિઓના શિખરો સર કરે અને સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી વહેલી તકે મુક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી અને સમગ્ર દેશવાસીઓને ૭૩માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..