મોરબી : મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ-મોરબી શહેરના કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે તા, 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે 10:30 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શિવાજી ચોક, જેલ રોડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના હોદ્દેદાર રામનારાયણભાઈ દવેના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તિરંગાને સલામી આપે રાષ્ટ્રગીતનું ગાન પણ ગાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો પરેશભાઈ તન્ના, હસમુખભાઈ ગઢવી, કમલેશભાઈ બોરીચા, કમલભાઈ દવે, પંકજભાઈ બોપલીયા, જીતેન્દ્રભાઈ ચાવડા, આશિષસિંહ જાડેજા, નવીનભાઈ માણેક તથા બજરંગદળના હોદેદારો વિક્રમભાઈ શેઠ, ચેતનભાઈ પાટડીયા, જગદીશભાઈ રાઠોડ, ભાવિકભાઈ ભટ્ટ, ગૌરાંગભાઈ દવે, વૈભવભાઈ પટેલ અને કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરેલા હતા. તેમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર સંયોજક ભાવિકભાઈ ભટ્ટ દ્વારા યાદીમાં જણાવ્યું છે.