મોરબી : મોરબીમાં આજે 26મી જાન્યુઆરીની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ તથા તમામ આયામો અને નવા બસ સ્ટેશન શોપીંગ સેન્ટર દ્વારા શનાળા રોડ પર આવેલા નવા બસ સ્ટેન્ડ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના જવાબદાર વ્યક્તિઓ, કાર્યકર્તા બંધુઓ તથા ભગિનીઓ ઉપસ્થિત રહી ત્રિરંગો ફરકાવ્યો હતો.