મોરબી : મોરબીની સાપર પ્રાથમિક શાળામાં આજે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે શિક્ષણપ્રેમી અને સાપર ગ્રામ પંચાયતના સરપંચ રવીરાજસિંહ હરદેવસિંહ જાડેજા દ્વારા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાપર પ્રાથમિક શાળાને 55 ઈંચનું ડિજીટલ ટીવીની ભેટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરતાં સાપર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સરપંચ રવીરાજસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.