મોરબી : મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાજ મંદિર એન્ડ મૂર્તિ ભંડાર નામની દુકાનમાં ગઈકાલે બપોરના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો.ઘટના અંગે તાકીદે ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.