ત્રણ લોકો તુરંત બહાર નીકળી જતા તેઓનો બચાવ : ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધીમોરબી : મોરબીમાં લાલપર ગામે નેશનલ હાઇવે ઉપર બાપા સીતારામની મઢુલી પાસે એક દુકાનમાં આજે રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી. આ દુકાનમાં ત્રણ લોકો રહેતા હતા. આગ લાગતા તુરંત જ ત્રણેય લોકો બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે પણ તુરંત ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ દુકાનની પાછળ રહેણાંક વિસ્તાર હતો આ આગ તુરંત કાબુમાં લેવાતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે.