આગને કારણે ઘરવખરી બળીને ખાખ, બે કલાકે આગ બુઝાઈ મોરબી : છેલ્લા બે દિવસથી મોરબી ફાયરબ્રિગેડની ટિમ સતત દોડી રહી છે. આજે સવારે જેતપર પીપળી રોડ ઉપર ફેકટરીમાં આગની ઘટના બાદ નવલખી રોડ ઉપર શાંતિવન સ્કૂલ પાછળ આવેલ મફતિયાપરામાં રહેણાંક મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો દોડી ગયો હતો. મોરબી ફાયર બ્રિગેડ વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો આજે બપોરે દોઢેક વાગ્યાના સુમારે નવલખી રોડ ઉપર આવેલ શાંતિવન સ્કૂલની પાછળના ભાગે આવેલ મફતિયાનગરમાં રહેતા સિકંદરભાઈ વિલંદરભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. રહેણાંક મકાનમાં લાગેલી આગને કારણે ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગ બુઝાવતા ફાયર બ્રિગેડને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..