મોરબી : રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે એક ખેતરમાં મગફળીના ફોતરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.