મોરબી : પીપળીયા ચાર રસ્તા પાસે લોડરમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કોઈ કારણોસર રોડ ઉપર પડેલા લોડરમાં આગ લાગી હતી. જોતજોતામાં આખું લોડર સળગી ઉઠ્યું હતું. જેના લીધે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળતા હતા. આ વેળાએ સ્થાનિક લોકોએ પાણી નાખી આગ કાબુમાં લેવાનો પ્રયત્ન પણ કર્યો હતો.