સીટી મોલ પાસે બાવળની ઝાડીમાં ગેસની ચેમ્બરમાં કચરો સળગાવતા આગ લાગી હોવાનું ગુજરાત ગેસે જાહેર કર્યું મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ પાસે સીટી મોલ નજીક ગુજરાત ગેસ કંપનીની વાલ્વ ચેમ્બરમાં કોઈએ કચરો સળગાવતા પળવારમાં જ આગ ભભૂકી ઉઠી હતી. જો કે આગની ઘટનાની જાણ થતા તુરત જ ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગની ઘટના અંગે ગુજરાત ગેસ કંપની દ્વારા કોઈ મોટું નુકશાન ન થયાનું જાહેર કર્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ પાસે સીટી મોલ નજીક ગુજરાત ગેસ કંપનીની વાલ્વ ચેમ્બરમાં કોઈએ કચરો સળગાવતા પળવારમાં જ આગની જવાળાઓ લબકારા લેવા માંડી હતી. બીજી તરફ આગની આ ઘટના અંગે મોરબી ફાયરબ્રિગેડને જાણ થતા તુરત જ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી જઈ આગ ઓળાવવાની કામગીરી કરી હતી. દરમિયાન ગુજરાત ગેસ કંપનીના અધિકારીક વર્તુળોએ જણાવ્યું હતું કે, ગેસની વાલ્વ ચેમ્બરમાં કચરો સળગાવતા આગ લાગી હતી અને આગ હાલ બુઝાઈ ગઈ હોવાનું તેમજ કોઈ મોટી નુકશાની ન હોવાનું તેમને જણાવ્યું હતું. https://youtu.be/YxfQZJtFwUE