મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે ઇવા સિન્થેટિક નામની ફેકટરીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગયું છે, જો કે આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકશાન પહોંચ્યું તે અંગેની કોઈ વીગતો હજુ બહાર આવી નથી.