ટીસી સાથે અથડાયા બાદ ધડાકો થતા કન્ટેનર ભડભડ સળગી ઉઠ્યું, સદનસીબે જાનહાની ટળી મોરબી : મોરબી નજીક લીલાપર-રફાળેશ્વર રોડ પર આજે બપોરના સમયે ટીસી સાથે કન્ટેનર ધકાકભેર અથડાયું હતું. જેથી ટીસીમાં ધડાકો થતા કન્ટેનરમા ભીષણ આગ ભડકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ તાકીદે આગને કાબુમાં લઈ લીધી હતી. જો કે સદનસીબે આગમાં જાનહાની ન થઈ હોવાના અહેવાલ મળ્યા છે. મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરના સમયે મોરબી નજીક લીલાપર- રફાળેશ્વર રોડ આવેલી પેપરમિલ નજીક એક માલ સમાન ભરેલું કન્ટેનર પસાર થયું હતું. તે સમયે સામસામે ક્રોસિંગ હોવાથી સામે ટ્રક આવતા તેને તારવવા જતા કન્ટેનર અહીંના વીજ સબ સ્ટેનશ સાથે ધડાકાભારે અથડાયું હતું. કન્ટેનર અથડાતા ટીસીમાં જોરદાર ધડાકો થયો હતો. એ સાથે જ કન્ટેનરમાં આગ લાગી હતી. કન્ટેનરના આગળના ભાગે આગ ફાટી નીકળતા આગના લબકરા સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. કન્ટેનરમાં આગ લાગયાની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કન્ટેનર ઉપર લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગ્રેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે. આ ઘટનામાં કન્ટેનર ચાલક પણ સમસસર ઉગરી જતા તેનો બચાવ થયો છે. અને આગની ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..