વહેલી સવારે લાગેલી આગમાં 40થી 50 બેટરીઓ સળગી ગઈ, સદનસીબે જાનહાની ટળી મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ ટ્રક સહિતના વાહનોમાં વપરાતી બેટરીની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આ આગમાં આગમાં 40થી 50 બેટરીઓ સળગી ગઈ હતી. સવારે દુકાન બંધ હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. મોરબી ફાયર બ્રિગેડ સ્ટેશનના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ મોરબીના સામાંકાંઠે સર્કિટ હાઉસ રોડ ઉપર આવેલ ટ્રક સહિતના વાહનોમાં વપરાતી નાની મોટી બેટરીઓની પવનસુત બેટરી નામની દુકાનમાં આજે વહેલી સવારે 5-45 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. આ દુકાન વહેલી સવારે બંધ હોય પણ બંધ દુકાનમાં બેટરીઓમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ દુકાન બહાર ધુમાડા દેખાતા કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને દુકાનમાં સતત પાણીનો મારો ચાલવીને સાત વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણપણે બુઝાવી નાખી હતી. આ આગની ઘટનામાં દુકાનનો એક ભાગ આગની લપેટમાં આવી જતા અંદાજે 40 થી 50 જેટલી બેટરીઓ બળી ગઈ હતી.જો કે ફાયર બીગ્રેડના સ્ટાફે સતત બે કલાક જેટલો સમય સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવીને આગને અન્યત્ર પ્રસરતા અટકાવી હતી.