મોરબી : મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળની ફ્રેમ બનાવતી ફેક્ટરીમાં ગઈકાલે સાંજે આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડે સતત આઠ કલાક સુધી પાણીનો મારો ચલાવી રાત્રીના પોણા ત્રણ વાગ્યે આગ કાબુમાં લીધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાતી પ્લોટમાં આવેલ હિમાલય ફ્રેમ્સ નામની ઘડિયાળની ફેકટરીમાં ત્રીજા માળે કલર શોપમાં સાંજે 7.30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગ્યા બાદ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે રાતભર પાણીનો મારો ચલાવી રાત્રીના 2.45 કલાકે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.