રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા બે કલાક સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ વોલ ક્લોક અને કેબિનેટ મેન્યુફેક્ચરિંગ કરતા યુનિટમાં રાત્રીના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમે સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગના કારણે અંદાજે દસેક લાખની નુકશાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે. આગની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ શેરી નંબર -2માં વોલ ક્લોક બનાવતી આવેલ પ્રદીપ ઇન્ડસ્ટ્રીઝમાં ગત રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા એક વાગ્યા સુધી બે મીની ટેન્ડર મારફતે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી. દરમિયાન પ્રદીપ ઇન્ડસ્ટ્રીઝના પ્રદીપભાઈ રાચ્છે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રીના આઠ વાગ્યા સુધી પોતાનું યુનિટ રાબેતા મુજબ ચાલુ હતું પરંતુ સાડા દશેક વાગ્યાના સમયે બાજુમાં આવેલ અન્ય કારખાનામાંથી ફોન આવેલ કે તમારા યુનિટમાં ધુમાડા નીકળે છે જેથી તેમને તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ માંગી હતી. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાના અનુમાન વચ્ચે, ઘડિયાળના છાબડા, કેબિનેટ અને કલરશોપ મળી દસેક લાખની નુકશાનીનો અંદાજ તેમને સેવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..