મામા ફઈના સંતાનના વચ્ચે થયેલા લગ્ન બાદ ફઇના દીકરાએ બીજા લગ્ન કરી લેતા ઝઘડો વણસ્યોમોરબી : માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા બે પરિવાર વચ્ચે ચાલતા મનદુઃખમાં ફઇના દીકરાએ બીજા લગ્ન કરી લીધા બાદ ફઇ દાદીમાને મળવા આવ્યા બાદ ઝઘડો થતા બઘડાટી બોલી ગઈ હતી જેમાં છરી અને ધોકા વડે હુમલો થતા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કાજરડા ગામે રહેતા અસગરભાઈ અલાઉદીનભાઈ બાબરીયાએ આરોપી (૧) સારબાઇ દોસમહમદભાઇ બાબરીયા (૨) રેશમા સુલતાનભાઇ જેડા (૩) દોશમહમદ જુસબભાઇ બાબરીયા (૪) સલેમાન ઉર્ફે ડાડો દોસમહમદ બાબરીયા અને (૫) જાનમહમદ ઉર્ફે જાનો દોસમહમદ બાબરીયા રહે.બધા કાજરડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરીયાદીના કાકા આમદભાઇની દીકરીના લગ્ન તેમના ફઇ શેરબાનુબેન નુરમહમદભાઇ ભટ્ટીના દીકરા સિકદર સાથે થયેલ હતા અને બંને પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા આમદભાઇની દીકરી રિસામણે પીયર આવી ગઈ હતી. બાદમાં સિકદરએ બીજા લગ્ન કરી લીધેલ હોય જે બાબતે ફરીયાદીને તથા ફરિયાદિના કાકા હસણભાઇ તથા તેમના ફઇને મનદુખ ચાલતુ હતું. તેમ છતાં તેમના ફઇ તથા તેનો દીકરો સિકદર કાજેડા ખાતે ઉર્ષમાં આવ્યા હતા ત્યારે ફરીયાદીના દાદી રહીમાબેન જુસબભાઇ બાબરીયાના ઘરે આવી ઝઘડો કર્યો હતો અને ધોકા છરી વડે હુમલો કરી સાહેદ હસણભાઇને છરી વડે ઇજા કરી રહિમાબેનને પણ ઇજાઓ પહોંચાડતા ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.