હથિયારો સાથે ધસી આવેલા બે મહિલા સહિત ૧૦ સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો.હળવદ : હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે કૌટુંબિક ભાઈના ઘરમાં ચિઠ્ઠી નાખવા બાબતે શંકા રાખી ૧૦ લોકોએ હથિયાર ધારણ કરી એકસંપ થઈ પારિવારિક સગા એવા યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરના આંગણામાં પડેલ ટ્રેક્ટરમાં નુકસાન કર્યું હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાવતા, પોલીસે બે મહિલા સહિત ૧૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા ભરતભાઈ પાલાભાઈ મકવાણા ઉવ.૩૬એ હળવદ પોલીસ મથકમાં કૌટુંબિક ભાઈ એવા આરોપી છનાભાઈ કાનાભાઈ મકવાણા, પ્રકાશ છનાભાઈ મકવાણા, સુજલ જગદીશભાઈ મકવાણા, હેમંત બાલાભાઈ મકવાણા, નિલેશ જગદીશભાઈ મકવાણા, ભદ્રેશ ગોરાભાઈ મકવાણા, વાલીબેન બાલાભાઈ કાનાભાઈ મકવાણા, બાલાભાઈ કાનાભાઈ મકવાણા, જગદીશભાઈ બાલાભાઈ મકવાણા અને કોકીલાબેન જગદીશભાઈ મકવાણા, તમામ રહે. જુના ઇશનપુર તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદીના કુટુંબી ભાઈ આરોપી છનાભાઈ કાનાભાઈ મકવાણા સહિતના ૧૦ આરોપીઓ હથિયારો સાથે તેમના ઘર પાસે આવ્યા હતા અને અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે? તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન આરોપી પ્રકાશ છનાભાઈ મકવાણાએ લાકડાના ધોકાથી ફરિયાદીના ટ્રેક્ટરના બોનેટ તથા હેડલાઈટમાં નુકસાન કર્યું હતું. હાલ બનાવ અંગે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટની કલમો હેઠળ ૧૦ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.