આગમાં દુકાનની મોટાભાગની માલસમગ્રી ઝપટે ચઢી: કરોડોનું નુકશાન : આગ 6 કલાકે મહામહનેતે કાબુમાં આવી : કોઈએ અંગત અદાવતમાં દુકાનના પાછળના ભાગેથી આગ લગાડયાની શંકા મોરબીના બંધુનગર ગામ પાસે આવેલી હડવેરની દુકાનમાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી.આગમાં દુકાનમાં રહેલી મોટાભાગની સામગ્રી બળીને રાખ થઈ જતા કરોડો રૂપિયાનું નુકશાન થયાના અંદાજ છે.જોકે આ આગ એટલી ભયાનક હતી કે છ કલાકે ફાયર બીગ્રેડની આકરી જહેમતના અંતે માંડ માંડ કાબુમાં આવી હતી.જ્યારે કોઈએ અંગત અદાવતમાં દુકાનના પાછળના ભાગેથી આગ લગાડી હોવાની શંકા થઈ રહી છે. આ આગની મોરબી ફાયર વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના બંધુનગર ગામ પાસે હાઇવે પર આવેલી પાવન હાડવેર નામની દુકાનમાં ગત મોડીરાત્રે આચનક આગ લાગી હતી. પળવારમાં જ હાડવેરની બન્ને મોટી દુકાનો આગની ભીષણ જ્વાળાની લપેટમાં આવી ગઈ હતી થોડીવારમાં જ આ બન્ને દુકાનો ભડભડ સળગવા લાગી હતી.આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બીગ્રેડ સ્ટાફના વિનિયભાઈ ભટ્ટ ,કિશન ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ, સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.જોકે આ બન્ને દુકાનમાં લાગેલી આગ એટલી હલે વિકરાળ બની ગઈ હતી કે ફાયર બીગ્રેડની સતત આકરી જહેમતના અંતે છેક છ કલાકે માંડ આગ કાબુમાં આવી હતી.આ આગના બનાવ અંગે ફાયર બીગ્રેડ વિભાગે જણાવ્યું હતું કે આ હાડવેરની બે મોટી દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી અને દુકાનમાં રહેલા કલર, પ્લાસ્ટિક તથા હાડવેરનો મોટાભાગનો જથ્થો આગમાં બળી જતા આશરે દોઢ કરોડ જેવું નુકશાન થયાનો અંદાજ છે.આ દુકાનમાં આગ ગતરાત્રે અઢી વાગ્યાની આસપાસ લાગી હતી.બાદમાં સતત પાણીનો મારી ચાલુ રખાતા આગ સવારે 10 વાગ્યે કાબુમાં આવી હતી સૂત્રો પાસેથી મળતી વગતો મુજબ આ દુકાનમાં આગ અકસ્માતે લાગી નથી પણ લગાડવામાં આવી હોવાની શંકા છે.આગાઉ પણ આ દુકાનના આગળના ભાગે આગના છમકલાં થતા ત્યાં સિક્યુરિટી રાખવામાં આવ્યો છે.જોકે ગઈકાલે રાત્રે સિક્યુરિટી દુકાનની આગળના ભાગે હોવાથી કોઈએ અંગત અદાવતમાં પાછળથી દુકાનમાં આગ લગાડી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en