મોરબી : મોરબીમાં સરદાર યુવા ગ્રુપ દ્વારા ગતરાત્રે શરદપૂનમ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે રાત્રે સરદાર નગર 1, 2- વિજય પિચ ગાઉન્ડ ખાતે 3 વર્ષના બાળકોથી માંડીને યુવાનો ટ્રેડિંશનલ ડ્રેસમાં સજ્જ થઈ શરદ પૂનમની રઢિયાળી રાત્રે ચાંદનીના વરખમાં તરબોળ થઈ રાસ ગરબાની રંગત માણી હતી. રાસ ગરબાની સાથે દૂધ પૌઆનો પ્રસાદ ખેલૈયાને આપવામાં આવ્યો હતો. તેમજ દાતા તરફથી સાંજે પ્રસાદ-ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે રાસ ગરબામાં સારું પરફોર્મન્સ આપનાર વિજેતાઓને પ્રોત્સાહિતરૂપે ઇનામો આપવામાં આવ્યા હતા.