મોરબી : મોરબીની નવયુગ કોલેજની વિવિધ બ્રાંચની વિદ્યાર્થિનીઓ માટે 'ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું.નવયુગ કોલેજ ખાતે યોજાયેલા ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામમાં નક્ષત્ર હોસ્પિટલના ડોકટર્સની ટીમે ઉપસ્થિત રહીને સ્ત્રીઓના વર્તમાન સમયના હેલ્થના પ્રશ્નોનું વીડિયોના માધ્યમથી સરસ રીતે છણાવટ કરી હતી. ડોકટરની ટીમમાં ડૉ.મહેન્દ્ર ફેફર, ડૉ.માધવ સંતોકી, ડૉ.માધવી પટેલ, ડૉ.વૈશાલી વડનગરા, ડૉ.બ્રિન્દા ફેફર હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થિનીઓએ પ્રશ્ન-જવાબના માધ્યમથી વિશેષ માહિતી પ્રાપ્ત કરી હતી. સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.