આ દરમ્યાન વિવિધ રમતોમાં વિજેતા તાલીમાર્થીઓને ટ્રોફી, શિલ્ડ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા મોરબી : મોરબી આઈ.ટી.આઈ. ખાતે સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રમતોમાં વિજેતા ટીમ તથા પ્રથમ અને દ્વીતીય સ્થાન મેળવનાર તાલીમાર્થીઓને સન્માનીત કરી તેઓનો ઉત્સાહ વધારવાના હેતુસર સંસ્થા ખાતે તા. 18-3-2025ના રોજ સન્માન સમારોહ યોજાયો હતો.આ દરમ્યાન વિવિધ રમતોમાં વિજેતા ટીમ તથા પ્રથમ અને દ્વીતીય સ્થાન મેળવનાર તાલીમાર્થીઓને આઈ.એમ.સી.ઓફ આઈ.ટી.આઈ મોરબીના ચેરમેન રાજુભાઈ ધમાસણા, એસ્ટિકા ટાઈલ્સ એલ.એલ.પીના અગ્રણી મણિભાઇ બાવરવા, વોલ ટાઈલ્સ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપાલિયા, આઈ.ટી.આઈ. ધ્રાંગધાના આચાર્ય આર.બી.પરમાર તથા મોરબી સંસ્થા ખાતેથી નિવૃત્ત થયેલ કર્મચારીઓ વગેરે આમંત્રિત મહાનુભવો અને આઈ.ટી.આઈ. મોરબીના આચાર્ય, એમ.એલ.પટેલ તથા ફોરમેન જે.એચ.હળવદીયાના વરદ હસ્તે ટ્રોફી, શિલ્ડ તથા મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.આ સંસ્થા ખાતે વિવિધ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરી ઉચ્ચ સ્થાન મેળવેલ તાલિમાર્થી ભાઈઓ તથા બહેનોને સંસ્થાના અધ્યાપક ગણના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ રમતોત્સવ સન્માન સમારોહમાં સંસ્થાના આઈ.એમ,સી કમીટીના ચેરમેન, રાજુભાઈ ધમાસણા , ઉદ્યોગપતી મણિભાઈ બાવરવા તથા વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા તાલીમાર્થીઓને મોરબીના સીરામીક ઉદ્યોગો તથા તેમાં રહેલી રોજગારીની તકો વિષે માહીતગાર કરી તાલીમાર્થીઓને ખૂબ જ મહેનત કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા મોટિવેટ કરવામાં આવ્યા હતા. તથા આચાર્ય આર.બી.પરમાર આઈ.ટી.આઈ ધ્રાંગધ્રા, તથા સંસ્થાના આચાર્ય એમ.એલ પટેલ દ્વારા તાલીમાર્થીઓને પ્રસંગને અનુરૂપ ઉધબોધન આપવામાં આવ્યું હતું તેમજ દરેક તાલીમાર્થીઓને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.