આગ શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોવાનો અંદાજ હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ખેડૂતની વાડીએ પડેલા ટ્રેક્ટરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ટ્રેક્ટર બળીને ખાખ થઇ ગયું હતું. આ આગ શોટસર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળે છે. હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા મગનભાઈ વેલાભાઇ દલવાડીનું ટ્રેક્ટર તેઓની વાડીએ પડ્યું હોય ત્યારે કોઈ કારણોસર આ ટ્રેકટરમાં આગ લાગી હતી. અને જોતજોતામાં ટ્રેક્ટર આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઇ ગયું હતું. જેથી, ખેડૂતને સાડા ત્રણ લાખની આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તેમજ આ આગ લાગવાનું કારણ શોટર્સર્કિટ હોવાનું અનુમાન છે.