મોરબીના વાકડા ગામની સીમમાં બનેલ બનાવમોરબી : મોરબી તાલુકાના વાકડા ગામની સીમમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના ખેત શ્રમિક યુવાને વતનમાં રહેવા માટે પાકું મકાન ન હોવાની ચિંતામાં ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં સંજયભાઈ પાડલીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સાનિયા તુવસિયા નિગવાલ ઉ.40 નામના યુવાનને વતનમાં પાકું મકાન ન હોવાથી ચિંતિત બની ઉદાસ રહેતા હોય અને તા.27ના રોજ આ ચિંતામાં ઝેરી દવા પી લેતા મોરબી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.