માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે જીતુભાઇ મનજીભાઈ વિડજાની વાડીએ રહી ખેતમજૂરી કરતા વજીતભાઈ કમલેશભાઈ નાયક ઉ.21નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.