ખેતરમાં રોટાવેટર ફેરવતી વેળાએ પગ લપસી જતા ખેડૂત કાળનો કોળિયો બન્યા હળવદ : ગતરાત્રીના હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીએ રોટવેટરથી ખેતી કરતી વેળાએ ખેડૂતનું રોટાવેટરમાં આવી જતાં કરુણ મોત નિપજયું હતું. કરુણતા તો એ છે કે, મૃતક ખેડૂતના બે માસ પૂર્વે જ લગ્ન થયા હતા. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા રમણીકભાઈ ઉર્ફે રમેશભાઈ કાનજીભાઈ મકવાણા ગત રાત્રીના તેમના ભત્રીજા સાથે વાડીએ ગયા હતા અને વાડીમાં ટ્રેક્ટર વડે રોટાવેટર ચલાવતી વેળાએ રમણીકભાઈનો પગ લપસી જતા રોટાવેટર માં આવી જતા તેઓનું મોત નીપજ્યું હતું બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે પોલીસ પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક ખેડૂત રમણીકભાઈ પોતે ડાબા પગે અપંગ હોય તેમજ અંદાજે બે મહિના પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે રમણીકભાઈ ના મોતના પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..