મોરબી : કોયલી ગામે વાડીએ મોટર ચાલુ કરતી વખતે ઇલેકટ્રીક શોક લાગતા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કોયલી ગામેં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ધરમશીભાઇ રતનસીંહ પનારા જાતે પટેલ (ઉ.વ.૫૦) નામના આધેડ ગઈકાલે પોતાની વાડીએ મોટર ચાલુ કરવા જતા ઇલેકટ્રીક શોક લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.