ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા ગોપાલભાઈ વેલજીભાઈ ચીકાણી ઉ.53 નામના આધેડ ખેડૂતે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.