મોરબી : મોરબી તાલુકાના ખેવાળીયા ગામે આગામી તારીખ 21 ઓગસ્ટના રોજ રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક લી. રાજકોટ, ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લી.- અમદાવાદ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો.ઓપ.લી- ન્યૂ દિલ્હી અને ખેવાળીયા સેવા સહકારી મંડળી લી. ખેવાળીયાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ખેવાડિયા ગામે 21મી ઓગસ્ટ ને સોમવારના રોજ સવારે 10 વાગ્યે યોજાનાર આ ખેડૂત શિબિરમાં ખેડ-ખાતર-પાણી તેમજ પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે કૃષિ તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત અકસ્માત વીમા ચેકોનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે જ ખેવાળીયા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, મગનભાઈ વડાવીયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હાજરી આપશે.