હળવદ : હળવદ તાલુકામાં માથક ગામે ખેત મજૂરી કરતા છોટા ઉદેપુરના વતની યુવાને તલ અને ખડમાં છાંટવાની દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામે ભરતભાઇ ડાહ્યાભાઇ બારડની વાડીએ કામ કરતા મૂળ છોટા ઉદેપુરના ખડકલા ગામના વતની શૈલેષભાઇ સોમજીભાઇ તડવી, ઉ.30 નામના ખેત શ્રમિકે ગત.તા.16 જુનના રોજ અગમ્ય કારણોસર ખડ અને તલમાં છાંટવાની દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તા.25 જુનના રોજ મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.