હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે વલ્લભભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા રમેશભાઇ છનાભાઇ તડવી ઉ.52 નામના ખેત શ્રમિક વાડીએ સુતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા પ્રથમ હળવદ બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.